ઠાકરે સરકાર એની પહેલી પરીક્ષામાં પાસ થશે?

વિધાન પરિષદની છ બેઠકનાં આજે પરિણામ
કોલ્હાપુર, તા 2 : મહારાષ્ટ્રની વિધાન પરિષદની છ બેઠકો માટે મંગળવારે શાંતિપૂર્વક મતદાન થયું હતું. ત્રણ ગ્રેજ્યુએટ, બે શિક્ષક અને એક લોકલ બૉડીઝ કન્સ્ટીટયુઅન્સી માટે મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 69.08 ટકા મતદાન થયું હોવાનું ચૂંટણી અધિકારીએ જણાવાયું હતું. તમામ બેઠકો માટેની મતગણતરી ગુરુવારે કરવામાં આવશે. દરમિયાન, રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર આવ્યા બાદ આ પહેલી મહત્વની ચૂંટણી હોવાથી એનાં પરિણામો પર તમામ પક્ષોની નજર છે.
આ તમામ બેઠકો પર મુખ્ય હરીફાઇ મહાવિકાસ આઘાડી અને ભાજપ વચ્ચે છે અને બંને પક્ષો તેમના વિજયનો દાવો કરી રહ્યા છે.
છ બેઠકોના પ્રચાર માટે ભાજપના પ્રદેશાધ્યક્ષ ચન્દ્રકાંત પાટીલ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને જળસંપદા પ્રધાન જયંત પાટીલે ચૂંટણીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી આક્રમક પ્રચાર કર્યો હતો. તેમની સાથે ગ્રામ વિકાસ પ્રધાન હસન મુશરીફ, ગૃહરાજ્ય પ્રધાન સતેજ પાટીલે આક્રમક પ્રચાર કર્યો હતો, તેથી ચૂંટણી ભારે રસાકસીવાળી બની હતી.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer