મુંબઈમાં બે દિવસ બાદ કોરોનાના કેસમાં ફરી ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 2 : મુંબઈમાં છેલ્લા બે દિવસ દરમિયાન કોરોનાના કેસ ઓછા મળ્યા એ બાદ બુધવારે ફરીથી કોરોનાગ્રસ્તોની સંખ્યામાં ફરી ઉછાળો આવ્યો હતો. સોમવારે મુંબઈમાંથી  646 કેસ અને મંગળવારે 724 કોરોનાના કેસ મળ્યા હતા. 
 છેલ્લાં 24 કલાકમાં બુધવાર મુંબઈમાંથી 1373 કેસ મળ્યા હતા એ સાથે મુબઈમાંથી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 2,82,818 સુધી પહોચી ગઈ હતી. બુધવારે શહેરમાં કોરોનાના 20 દરદીઓમા મોત થતા અત્યાર સુધી મૃત્યુ પામેલા કોરોનાગ્રસ્તોની સંખ્યા 10,913ની થઈ ગઈ છે. 
બીજી તરફ મહારાષ્ટ્રમાંથી છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 5,600 નવા કેસ મળ્યા હતા. રાજ્યમાં આ ગાળામાં 111 દરદીના મોત થયા હતા. એ સાથે મૃત્યુ પામેલા દરદીઓની કુલ સંખ્યા 47,357ની થઈ ગઈ છે. આખા રાજ્યમાં બુધવારે કુલ 5027 કોરોનાગ્રસ્તો સાજા થઈને ઘરે ગયા હતા. અત્યાર સુધી 16,95,208 દરદી સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યનો કોરોનાનો રિકવરી દર 92.52 ટકા છે. 
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer