મુંબઈ, તા. 2 : શિવસેનાએ અવાજના પ્રદૂષણને નાથવા મસ્જિદ પરના લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરાવવાની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં જણાવ્યું હતું કે મુદ્દો અવાજના પ્રદૂષણની સાથે પર્યાવરણનની સુરક્ષાનો છે.
શિવસેનાના દક્ષિણ મુંબઈ વિભાગ પ્રમુખ પાંડુરંગ સકપાળે મુસ્લિમ બાળકો માટે અઝાન ગાવાની હરીફાઈના કરેલા સૂચનને પગલે શરૂ થયેલા વિવાદ બાદ સામનામાં આ ટિપ્પણી કરવામાં આવી છે.
તંત્રી લેખમાં જણાવાયું હતું કે સેનાના નેતાની અઝાન મામલે થઈ રહેલી ટીકા એ દિલ્હીની સરહદ પર કૃષિ સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને પાકિસ્તાની આતંકવાદી ગણવા જેવું છે. દેખાવો કરી રહેલા મોટા ભાગના ખેડૂતો ભૂતપૂર્વ સૈનિકો છે કે તેમના સંતાનો દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવી રહ્યા છે. ખેડૂતોને આતંકવાદી કહેનારાઓ પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય એમ તંત્રી લેખમાં જણાવાયું હતું.
Published on: Thu, 03 Dec 2020