ભારતીયોને રાહત : અમેરિકાની કોર્ટે એચ-વન બી વિઝા સંબંધી ટ્રમ્પનો નિર્ણય રદ કર્યો

નવી દિલ્હી, તા. 2 : અમેરિકામાં કામ કરતા ભારતીય ટેક વ્યવસાયીઓ માટે રાહતના સમાચારમાં અમેરિકી અદાલતે ડોનાલ્ડ ટ્રમ્પનો એચ-વન બી વિઝા કાર્યક્રમમાં બદલાવ કરવાનો ફેંસલો ફગાવી દીધો છે.
આમ, હવેથી ભારતના કૌશલ્યવાન વ્યવસાયીઓ અમેરિકામાં પહેલાંની જેમ જ કામ કરી શકશે, કેલિફોર્નિયા કોર્ટના ન્યાયમૂર્તિ જેફરી વ્હાઈટે આ ફેંસલો કર્યો હતો.
તેમણે એચ-વન બી વિઝાનો આદેશ રદ કરતાં કહ્યું હતું કે,  આ નિર્ણય લેવા દરમ્યાન ટ્રમ્પ પ્રશાસને પારદર્શકતાની પ્રક્રિયાનું પાલન નથી કર્યું. કોરોના સંકટના કારણે મોટી સંખ્યામાં અમેરિકી નાગરિકોએ નોકરી ખોઈ હોવાની બહારના લોકોને રોકીને સ્થાનિકોને નોકરી આપવાની દલીલ સાવ ખોટી છે, તેવું વ્હાઈટે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટ્રમ્પની સરકાર વધુ સચેત બનીને રોજગારની તકો વધારવા જેવા પગલાં લઈ શકતી હતી.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer