ભારતમાં શુદ્ધ મધના માત્ર દાવા

ભારતમાં શુદ્ધ મધના માત્ર દાવા
ડાબર, પતંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, હિતકારી, એપિસમાં ભેળસેળનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, તા. 2 : ભારતમાં મધને આયુર્વેદે પણ અમૃત સમાન ગણાવ્યું છે, ત્યારે મધપ્રેમીઓ માટે ભારે આઘાતજનક ખુલાસામાં દેશની તમામ `નામી' બ્રાન્ડના મધમાં જબરદસ્ત ભેળસેળ કરાતી હોવાનું જાણવા મળે છે. કુલ 77 ટકા નમૂનાનામાં સુગર સિરપની ભેળસેળ મળી છે.
ભારતમાં ડાબર, પતંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, હિતકારી, એપિસ, હિમાલય સહિતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ એનઆરએમ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. કુલ 13માંથી માત્ર ત્રણ બ્રાન્ડ સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર તમામ પરીક્ષણમાં સફળ થઈ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝેનિસ સ્પેકટ્રોસ્કોપી ટેસ્ટમાં માત્ર ત્રણ બ્રાન્ડ સફળ થઈ શકી છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયોર્નમેન્ટ (સીએસઈ)ના મહાનિર્દેશક સુનીતા નારાયણે બુધવારે આ ખુલાસો કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ભારતની બજારોમાં વેચાતા લગભગ તમામ પ્રખ્યાત બ્રાન્ડના મધમાં ખાંડના સિરપની ભેળસેળ વ્યાપક પ્રમાણમાં થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ જ સંગઠન દ્વારા 2003 અને 2006 દરમ્યાન સોફ્ટડ્રિંક્સમાં જંતુનાશકોનો ઉપયોગ થાય છે, તેવો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer