હૈદરાબાદ પાલિકાની ચૂંટણી : ધમાકેદાર પ્રચાર છતાં મતદાન ન વધ્યું

હૈદરાબાદ પાલિકાની ચૂંટણી : ધમાકેદાર પ્રચાર છતાં મતદાન ન વધ્યું
હૈદરાબાદ, તા. 2 : મંગળવારે  ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર થયો હોવા છતાં મતદાનની ટકાવારી 45.7 ટકા જેટલી જ સીમિત રહી હતી. આમ છતાં છેલ્લી ત્રણ ચૂંટણીમાં આ વખતની ટકાવારી વધુ હતી. અગાઉ 2016માં 45.27 ટકા તો 2009માં માત્ર 42.02 ટકા જેટલું જ મતદાન થયું હતું.
આ ટકાવારી 149 બેઠ પર થયેલા મતદાનની છે. હૈદરાબાદમાં કુલ 150બેઠકો છે પણ ઓલ્ડ મલકપેટ ખાતે સીપીઆઈ અને સીપીઆઈ(એમ)ના ચિન્હો બદલાઈ જતા ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી. ઉપરાંત એક વૉર્ડની ચૂંટણી બાકી હોવાથી એક્ઝિટ પેલ પણ ટેલીકાસ્ટ થયા નહોતા.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer