નવી દિલ્હી, તા. 2 : કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા કિસાનો માટે સારા સમાચાર રૂપે સીમા પર જારી તાણ વચ્ચેય ચીને ત્રણ દાયકામાં પહેલી વાર ભારત પાસેથી ચોખાની ખરીદી કરી છે.
હકીકત એ છે કે, ભારતમાંથી ચોખા ખૂબ સસ્તા ભાવે મળતા હોવાના કારણે ખંધા ચીને તેની આયાત શરૂ કરી છે.
ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર દેશ છે તો ચીન ચોખાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે.
ચીન દર વર્ષે લગભગ 40 લાખ ટન ચોખાની ખરીદી કરે છે. જોકે, અત્યાર સુધી નબળી ગુણવત્તા છે, તેવું કારણ આપીને ચીન ભારત પાસેથી ચોખા ખરીદતું નહોતું.
Published on: Thu, 03 Dec 2020
સીમાએ તણાવ વચ્ચે ચીને ભારત પાસેથી કરી ચોખાની ખરીદી
