વાટાઘાટ પૂર્વે પંજાબના મુખ્યપ્રધાન અમિત શાહને મળશે

વાટાઘાટ પૂર્વે પંજાબના મુખ્યપ્રધાન અમિત શાહને મળશે
મુંબઈ, તા. 2 : ગુરૂવારે ખેડૂત સંગઠનો અને સરકારની  ચોથી અને નિર્ણાયક બેઠક યોજાવાની છે ત્યારે એક મહત્ત્વની ઘટનામાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ ગુરૂવારે સવારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહને 9.30 વાગ્યે મળવાના છે એમ સૂત્રએ જણાવ્યું હતું.
અમિત શાહ સાથેની અમરિન્દર સિંહની બેઠક એટલા માટે મહત્ત્વની ગણાવાઈ રહી છે કે ખેડૂતોએ કેન્દ્રના સ્પેશિયલ કમિટી બનાવવાના પ્રસ્તાવને નકારી કાઢવાની  ચેતવણી આપવાની સાથે જણાવ્યું હતું કે આવતી કાલે કેન્દ્ર સરકાર માટે કૃષિ કાયદા અંગે નિર્ણય લેવાનો છેલ્લો મોકો છે. એ સાથે ચીમકી આપતા કહ્યું હતું કે જો ચોથી બેઠક નિષ્ફળ જશે તો તેઓ દિલ્હીમાં ચક્કા જામ કરશે.
Published on: Thu, 03 Dec 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer