લંડન, તા. ર : દુનિયાભરમાં કોરોના વાયરસની આતુરતાથી રાહ જોઈ રહેલા કરોડો લોકો માટે હરખાવાનો સમય આવ્યો છે.બ્રિટને ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે જે સાથે આવું કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બન્યો છે.
ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સિનનો આવતા સપ્તાહથી બ્રિટનમાં ઉપયોગ શરૂ કરી દેવાશે. બ્રિટિશ સરકારે બ્રિટિશ નિયામક, મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની ભલામણો સ્વીકારતાં વેક્સિનને મંજૂરી આપી છે. રેગ્યુલેટરી એજન્સીના મતે ફાઇઝરની વેક્સિન કોરોના પીડિતો માટે સુરક્ષિત છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકેકે ટ્વિટ કરી માહિતી આપી કે રેગ્યુલેટરી એજન્સીએ ઔપચારિક રીતે કોવિડ 19 માટે ફાઇઝર-બાયોટેકની વેક્સિનને માન્ય કરી છે. રેગ્યુલેટરી દેશમાં રસીકરણ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનની ચિકિત્સકીય મંજૂરી આપનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે.
ફાઇઝરે પ્રતિભાવમાં જણાવ્યું કે બ્રિટનનો આ નિર્ણય કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક પગલું છે. અમે દુનિયાના અન્ય દેશો પાસે પણ આવી જ અપેક્ષા રાખીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સિન ઉપલબ્ધ કરાવવા પર અમારું ફોકસ છે.
Published on: Thu, 03 Dec 2020
ફાઇઝરની કોરોના વૅક્સિનને બ્રિટનની મંજૂરી; આવતા અઠવાડિયાથી રસીકરણ
