ફિલ્મ લક્ષ્મીને કારણે વિવાદમાં સપડાયેલો અક્ષયકુમાર આગામી ફિલ્મ અતરંગી રે માં મુસ્લિમ પાત્રમાં જોવા મળશે. આનંદ એલ. રાયની આ ફિલ્મમાં અક્ષય સાજીદ અલી નામના જાદુગરની ભૂમિકા ભજવે છે. અભિનેતાએ પોતાની તસવીર અને તાજ મહેલ ખાતેનો પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂકયો છે. આ વીડિયોમાં તે હાથમાં ગુલાબનું ફૂલ પકડીને મોગલ બાદશાહ શાહ જહાંની જેમ તાજ મહેલ આગળ ઊભો રહીને ડાન્સ કરે છે. લાઇવ અૉડિયન્સ સામે તે તાજ મહેલને ગાયબ કરી દે છે અને સારા અલી ખાન તેનાથી પ્રભાવિત થઈ જાય છે. 1987માં મહેશ ભટ્ટની ફિલ્મ આજમાં નાનકડી ભૂમિકા ખરીને અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર અક્ષયને ફિલ્મોદ્યોગમાં 33 વર્ષ થયા છે. આ અગાઉ તેણે ઈન્સાન, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા અને ઢિશૂમમાં મુસલમાન પુરુષનું પાત્ર ભજવ્યું છે. આ પાંચમી વખત તે મુસ્લિમ ભૂમિકામાં જોવા મળશે. તેને લોકોની ટીકાઓથી કોઈ ફરક પડતો નથી.
Published on: Thu, 14 Jan 2021
અક્ષયકુમાર મુસ્લિમ પાત્રમાં જોવા મળશે
