થાઇલૅન્ડ અૉપન : કશ્યપ બહાર : શ્રીકાંત બીજા રાઉન્ડમાં

બેંકોક, તા.13: ભારતનો અનુભવી બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ થાઇલેન્ડ ઓપન-1000 ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડનો મુકાબલો ફિટનેસની સમસ્યાને લીધે છોડીને બહાર થયો છે. કશ્યપ રસાકસી વચ્ચે નિર્ણાયક ત્રીજી ગેમમાં 8-14થી પાછળ હતો ત્યારે તેણે સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે મુકાબલો પડતો મુકયો હતો. તે કેનેડાના ખેલાડી જાસન એન્થોની સામે પહેલી ગેમ 9-21થી હારી ગયો હતો, પણ બીજી ગેમ 21-13થી જીતી વાપસી કરી હતી. જ્યારે કિદાંબી શ્રીકાંતે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યોં છે. તેણે આજે હમવતન ખેલાડી સૌરભ વર્માને 21-12 અને 21-11થી હાર આપી હતી. મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer