ચોથી ટેસ્ટમાં પુકોવસ્કીનાં સ્થાને હેરિસ ?

ચોથી ટેસ્ટમાં પુકોવસ્કીનાં સ્થાને હેરિસ ?
બ્રિસબેન તા.13: ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગરે આજે સંકેત આપ્યો કે ઓપનિંગ બેટ્સમેન વિલ પુકોવસ્કી ફિટ ન હોવા પર શુક્રવારથી શરૂ થઈ રહેલા ચોથા અને આખરી ટેસ્ટમાં માર્કસ હેરિસ રમશે. પુકોવસ્કી સિડની ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો. આથી આજે તેણે ટીમના અભ્યાસ સત્રમાં પણ ભાગ લીધો ન હતો. તેના ખભામાં સોજો છે. કોચ લેંગર કહે છે કે મેચ પહેલા તેની ફિટનેસ પર આકલન કરીને આખરી નિર્ણય લેવાશે. અમે તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer