ચાર દિવસથી મુંબઈનું તાપમાન વધી રહ્યં છે

મુંબઈ, તા. 13 : છેલ્લા ચાર દિવસથી મુંબઈગરા ઠંડીમાં ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. બુધવારે બપોરે તાપમાન 33 અંશ સેલ્શિયસ નોંધાયું હતું. જોકે, મુંબઈમાં શનિવારથી તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. સાંતાક્રુઝ ખાતે મંગળવારે 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે બુધવારે બે ડિગ્રી ઘટીને 33 અંશ જેટલું થયું હતું. સામાન્યપણે જાન્યુઆરીના બીજા પખવાડિયામાં તાપમાન વધારે નોંધાતું હોય છે. પરંતુ આ વરસે પહેલા પખવાડિયામાં જ પારો ઊંચે જવા લાગ્યો છે. 
મુંબઈનું મહત્તમ તાપમાન બેથી ત્રણ અંશ વધુ નોંધાયું છે. તો ન્યૂનતમ તાપમાન સરેરાશ કરતા ચાર-પાંચ અંશ જેટલું વધ્યું છે.
ગયા અઠવાડિયામાં અત્યંત ખરાબ હવાની તુલનાએ આ અઠવાડિયે પ્રદૂષણ ઓછું થયું છે. સોમવારે હવાની ગુણવત્તાની ચકાસણી કરતા આઠમાંથી બે કેન્દ્ર પર હવા અતિખરાબ, ત્રણ સ્થળે ખરાબ અને બાકીના કેન્દ્ર પર મધ્યમ સ્તરની હોવાનું દર્શાવ્યું હતું.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer