ડ્રગ્સ કેસ : મુચ્છડ પાનવાળાને જામીન મળ્યા

મુંબઈ, તા.13 : ડ્રગ્સ કેસમાં મુંબઈના મુચ્છડ પાનવાળા રામકુમાર તિવારીને બુધવારે મેટ્રોપોલિટન કોર્ટે પંદર હજારના બોન્ડ જમા કરી તેના જામીન મંજૂર કર્યા છે. 
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ 11 જાન્યુઆરીએ પાનવાળાને સમન્સ મોકલી પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 
સોમવારે તિવારીને એનસીબીએ સમન્સ મોકલ્યા હતા અને મંગળવારે તેને તાબામાં લેવાયો હતો. 
રામશંકર તિવારી સોમવારે સવારે દસ વાગ્યે એનસીબીની અૉફિસે પહોંચ્યો હતો. 17 કલાક તેની પૂછપરછ બાદ એજન્સીએ તેની ધરપકડ કરી છે. શનિવારે પકપાયેલા બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની પૂછપરછમાં પાનવાળા તિવારીનું નામ સામે આવ્યું હતું. સજનાની પણ પાનવાળાનો ગ્રાહકમાંનો એક હતો. 
પાનવાળાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા એક ડ્રગ કનેકશનમાં પણ સામે આવ્યું હતું. આ અગાઉ દરોડા દરિમયાન મુચ્છડ પાનવાળાની મલબાર હિલ સ્થિત કેમ્પ્સ કોર્નર નજીકની દુકાનમાંથી ભારેમાત્રામાં ડ્રગ્સ જપ્ત કરાયું હતું. 
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer