આતંકવાદનું નવું શસ્ત્ર સોશિયલ મીડિયા

શ્રીનગર, તા. 13 : કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો હિંસક હુમલા કરવા માટે સોશિયલ મીડિયાના શત્રનો ઉપયોગ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
આતંકવાદીઓ અલગ-અલગ નામથી બનાવાતાં બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટસની મદદથી કાશ્મીરમાં મોજૂદ આતંકીઓને હુમલાનો નિર્દેશ દે છે. ગુપ્તચર એજન્સીઓએ લગભગ 100 એવાં બોગસ એકાઉન્ટસની ઓળખ કરી છે. તાજેતરમાં આવાં જ નકલી એકાઉન્ટસ પરથી સુરક્ષા એજન્સીઓના કેમ્પ અને પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ?હુમલાઓ કરવાના નિર્દેશ અપાયા છે.
આતંકવાદીઓના બનાવટી એકાઉન્ટસ ટેલીગ્રામ, ટિવટર અને ફેસબુક પરથી પણ?એક્ટિવ છે તેવું ગુપ્તચર એજન્સીઓના ખુલાસામાં જણાવાયું છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer