નવી દિલ્હી, તા. 13 : પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આજે પ્રતિ લિટર 25 પૈસાનો વધારો ઝીંકવામાં આવતાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ વિક્રમી રૂ. 84.45 પર પહોંચી ગયા છે.
આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલના ભાવમાં ઘટાડો થયો ત્યારે પેટ્રોલિયમની કિંમતોમાં ઘટાડાનો લાભ જનતાને મળ્યો નહીં પણ દિવાળી બાદ પ્રજા પર ભાવવધારાનો પ્રહાર થઈ રહ્યો છે. પાંચ દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો કરાયો છે અને હવે મુંબઈમાં ડીઝલની કિંમત સર્વકાલીન ઊંચી સપાટીએ લિટરે રૂા.81.34 પર પહોંચી ગઈ છે. જ્યારે પેટ્રોલ રૂા. 91.07 છે. દિલ્હીમાં ડીઝલની કિંમત રૂા.74.63 થઈ છે.
Published on: Thu, 14 Jan 2021