કોરોનાએ ઊથલો મારતા ચીનના ચાર શહેરોમાં લૉકડાઉન

બીજિંગ, તા. 13 : કોરોના વાયરસનાં સતત વધી રહેલાં સંક્રમણથી ડરી ગયેલાં ચીને દેશનાં ગ્રામીણ ક્ષેત્રોમાં લગ્નો, અંતિમ સંસ્કાર પર રોક મૂકી દેવા સાથે ચાર શહેરોમાં લોકડાઉન લાગુ કરી દીધું છે.
ચીનની કમ્યૂનિસ્ટ સરકારનાં પ્રશાસને એવી ચેતવણી જારી કરી છે કે, એક સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય, તેવાં આયોજનો ન થવાં જોઇએ. આવનારા દિવસોમાં ચીનમાં સંક્રમણ હજુ વધવાની ભીતિ છે, હકીક્તમાં, હેબેઇ પ્રાન્તમાં એક લગ્ન પ્રસંગમાં 300થી વધુ લોકો સંક્રમિત થયાનું બહાર આવ્યું છે.
શાંકસી પ્રાન્તમાં જિનઝોંગ શહેર સાથે લાંગફંગ શહેરમાં પણ સંક્રમણ વધતાં કડક નિયમો લાગુ કરી દેવાયા છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer