થાણે, તા. 13 : થાણે ડિવિઝનને બુધવારે કોવિડશિલ્ડ રસીના 1.03 લાખ ડોઝ મળ્યા હતા. આ રસીના જથ્થાનો સંગ્રહ થાણેના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ હેલ્થની ઓફિસમાં કરાયો છે. થાણે ડિવિઝનમાં થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓનો સમાવેશ છે. 1.03 લાખ ડોઝમાંથી 74 હજાર ડોઝ થાણે જિલ્લા માટે છે. બાકીના ડોઝ 29 રસી કેન્દ્રોમાં વિતરીત કરાશે. મરાઠવાડામાં ઔરંગાબાદને પણ બુધવારે 64,460 રસીના ડોઝ મળ્યા હતા. આ રસીને ઔરંગાબાદ ઉપરાંત જાલના,હિંગોલી, લાતુર અને પરભણી જિલ્લામાં વિતરિત કરાશે.
Published on: Thu, 14 Jan 2021