નવી દિલ્હી, તા. 13 : દિલ્હી હાઇ કોર્ટે બુધવારે વર્ષ 2006માં મુંબઇની લોકલ ટ્રેનોમાં થયેલા બોમ્બ ધડાકાના આરોપીની સીઆઇસીની અરજીને પડકારતાં કેસની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારનો જવાબ માગ્યો છે.
આ કેસની સુનાવણી દરમિયાન આરોપીએ પોતે નિર્દોષ હોવાની વાત કોર્ટમાં જણાવી છે. આ બોમ્બ ધડાકામાં 189 લોકોએ જાન ગુમાવ્યા હતા.
ન્યાયાધીશ પ્રતિભા સિંઘે આ કેસમાં સરકારને જવાબ આપવા જણાવ્યું છે. આ કેસમાં કુતુબુદ્દીન સિદ્દકીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ કેસની આગામી સુનાવણી 24 માર્ચે થવાની છે.
Published on: Thu, 14 Jan 2021