ડ્રગ્સ મામલે નવાબ મલિકના જમાઈ સમીર ખાનને સમન્સ

ડ્રગ્સ મામલે નવાબ મલિકના જમાઈ સમીર ખાનને સમન્સ
મુંબઈ, તા. 13 : ડ્રગ્સ મામલે મુંબઈના પ્રસિદ્ધ મુચ્છડ પાનવાલાના માલિક રામકુમાર તિવારીની ધરપકડ કરાયા બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રાજ્યના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકના જમાઈ સમીર ખાનને સમન્સ મોકલ્યું છે. સમીર ખાનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. ધનંજય મુંડે પર બળાત્કારના કરાયેલા આક્ષેપનો ઉહાપોહ હજુ શમ્યો નથી ત્યાં નવાબ મલિકના જમાઈને સમન્સ મોકલાતા રાષ્ટ્રવાદી કૉંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.
સમીર એ નવાબ મલિકની પુત્રી નિલોફરના પતિ છે. સમીર ખાન અને કરણ સંજાની વચ્ચે ગૂગલ પે દ્વારા 20 હજાર રૂપિયાનો વ્યવહાર થયો હતો. એનસીબીને આશંકા છે કે ડ્રગ્સ પૂરી પાડવા માટે આ વ્યવહાર થયો છે. આ અંગેની પૂછપરછ માટે સમીરને બોલાવવામાં આવ્યો છે.
એનસીબીની ટીમે ગયા અઠવાડિયે ખારમાંથી  બ્રિટિશ નાગરિક કરણ સંજાની અને રાહિલ ફર્નિચરવાલાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 200 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. સમીર ખાનનો સંજાની અને ફર્નિચરવાલા સાથે શું સંબંધ છે? સંજાની અને સમીર વચ્ચે વીસ હજાર રૂપિયાનો વ્યવહાર કેમ થયો? એની જાણકારી એનસીબી મેળવવા માગે છે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer