મહારાષ્ટ્રને કોરોના રસીના 9.83 લાખ ડોઝ મળ્યા

મહારાષ્ટ્રને કોરોના રસીના 9.83 લાખ ડોઝ મળ્યા
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ બુધવારે કહ્યું હતું કે રાજ્યને પહેલા તબક્કામાં કોરોનાની 17.5 લાખ રસીના ડોઝની જરૂર છે અને એ સામે રાજ્યને 9.83 લાખ ડોઝ મળ્યા છે. 
તેમણે કહ્યું હતું કે પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ રસીના 9.63 લાખ ડોઝ અને ભારત બાયોટેક કંપનીની દેશી રસી કોવેક્સિનના વીસ હજાર ડોઝ મળ્યા છે. દરેકને ચાર અવાડિયાના ગાળા વચ્ચે રસીના બે ડોઝ આપવાના હોય છે. એટલે જે આઠ લાખ હેલ્થ વર્કરો રજીસ્ટર્ડ થયા છે આમાંથી 55 ટકા લોકોને રસી મળી શકશે. 
રાજેશ ટોપેએ કહ્યું હતું કે પહેલા તબક્કામાં રાજ્યની જરૂરીયાત 17.50 ટકા ડોઝની છે. બગાડને ગણતરીમાં લઈએ તો દસ ટકા રસીનો જથ્થો વધુ જોઈશે. કેન્દ્ર સરકારે રસી કેન્દ્રોની સંખ્યા 511માંથી 350 કરવાની પણ મહારાષ્ટ્રને સુચના આપી છે. કેન્દ્રનું કહેવું છે કે અત્યારે ધ્યારે ઈમરજન્સી કેસો પર કેન્દ્રીત કરવાની જરૂર છે. 350 રસી કેન્દ્રો હશે તો અમે 16 જાન્યુઆરીએ રસી આપવાના પ્રથમ દિવસે 35 હજાર હેલ્થ વર્કરોને કોરોનાની રસી આપી શકીશું.
મુંબઈમાં રસીકરણના 71 કેન્દ્રો 
મુંબઈમાં બુધવારે વહેલી સવારથી રસીના ડોઝ આવવાની શરૂઆત થઈ હતી. પાલિકાના કર્મચારીઓ પોલીસ સુરક્ષા સાથે રસીના ડોઝ પુણેથી મુંબઈ લઈ આવ્યા હતા. મુંબઈમાં એફ સાઉથ વોર્ડમા પરેલ ખાતે આ રસીનો સંગ્રહ કરાયો છે. કાંજુરમાર્ગ ખાતે પણ રસીના સંગ્રહની વ્યવસ્થા છે. મુંબઈમાં રસી માટે 11.30 લાખ હેલ્થ વર્કરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મુંબઈના 72 રસી કેન્દ્રોમા તેમને રસી અપવામાં આવશે. એક સેન્ટરમાં એક દિવસમાં કમસેકમ 100 જણને રસી અપાશે. જેમને રસ અપાશે તેમને એસએમએસ મોકલવામાં આવશે. દરેક સેન્ટરમાં પાંચ સભ્યોની ટીમ હશે. દરેક સેન્ટરમાં વીજળી, ઈન્ટરનેટ અને વેબકાસ્ટિગની સગવડ પણ હશે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer