કૃષિ કાયદાની નકલો બાળીને ખેડૂતોએ ઉજવ્યો લોહડી ઉત્સવ

કૃષિ કાયદાની નકલો બાળીને ખેડૂતોએ ઉજવ્યો લોહડી ઉત્સવ
26મીની ટ્રેક્ટર રૅલીમાં જોડાવા પંજાબથી 10 ઘોડા પણ લાવ્યા
નવી દિલ્હી, તા.13: સુપ્રીમ કોર્ટે ઘડેલી સમિતિ સમક્ષ કાર્યવાહીમાં ભાગ લેવાનો ઈન્કાર કરી ખેડૂતોએ બુધવારે લોહડી (મકરસંક્રાતિ પહેલા ઉત્તર ભારતમાં ઉજવાતો ઉત્સવ) નિમિત્તે સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદાની નકલો સળગાવી વિરોધ કર્યો હતો.
દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યં કે 60 ખેડૂતની શહાદત પર મોદી સરકારને ક્ષોભ નથી પરંતુ ટ્રેક્ટર રેલીથી તેઓને શરમ આવી રહી છે. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલન, ધરણાં-પ્રદર્શનને 49 દિવસ થયા છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કાયદા પર વચગાળાનો સ્ટે આપી મામલો ઉકેલવા 4 સભ્યની સમિતિ ઘડી છે પરંતુ ખેડૂતોએ આ વ્યવસ્થા નકારી કાઢી આંદોલન જારી રાખ્યું છે. સાથે ર6મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજવાની તૈયારીઓ આગળ વધારી છે. 
પંજાબના લખેવાલી ડાલથી સુશિલ કુમાર નામના શખસ ખેડૂતોનાં સમર્થનમાં પોતાના 10 ઘોડા સાથે દિલ્હી સરહદે પહોંચ્યા છે. તેમણે એલાન કર્યું કે ર6મીની કૂચમાં તેઓ ઘોડા સાથે ભાગ લેશે. વધુમાં 18 જાન્યુઆરીએ ખેડૂતો યુપી ગેટ પર મહિલા કિસાન દિવસની ઉજવણી કરશે. તે દિવસે મંચની સંપૂર્ણ જવાબદારી મહિલાઓ ઉઠાવશે. મોટી સંખ્યામાં મહિલાઓ સ્થળ પર એકત્રિત થશે.
Published on: Thu, 14 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer