શાર્દુલે ખુદની ઓળખ બૉલિંગ અૉલરાઉન્ડર તરીકે આપી

શાર્દુલે ખુદની ઓળખ બૉલિંગ અૉલરાઉન્ડર તરીકે આપી
મુંબઇ, તા.22: શાર્દુલ ઠાકુરે બે વર્ષ પહેલા પદાર્પણ બાદ હવે અસલી પદાર્પણ કર્યું છે. મુંબઇના આ ક્રિકેટરે બ્રિસબેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની યાદગાર જીતમાં પ્રભાવી પ્રદર્શન કરીને ઓલરાઉન્ડરની ભૂમિકા બખૂબી ભજવી હતી. તેણે આખરી મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી અને પહેલી ઇનિંગમાં 67 રનની અતિ મહત્વની ઇનિંગ રમી હતી. શાર્દુલ જયારે 2018માં પદાર્પણ કર્યું હતું, ત્યારે તે ઇજાને લીધે ફકત 10 દડા જ ફેંકી શક્યો હતો. શાર્દુલ ઠાકુરે આજે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મને આપ બોલિંગ ઓલરાઉન્ડર કહી શકો છો. મારી પાસે બેટિંગ કરવાની પણ ક્ષમતા છે. ભવિષ્યમાં મને જ્યારે પણ બેટિંગનો મોકો મળશે હું ટીમના સ્કોરમાં ઉપયોગી યોગદાન આપીશ. 

Published on: Sat, 23 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer