અૉલ્ટ બાલાજીની વેબ સિરિઝ હેલ્લો જીમાં અભિનેત્રી વિદ્યા બાલનનો અવાજ સાંભળવા મળશે. એકતા કપૂર અને વિદ્યા વર્ષો જૂની સખીઓ છે એટલે એકતાએ જયારે આ અૉફર મૂકી તો વિદ્યા ના ન કહી શકી. ડ્રામા, કટાક્ષ અને મનોરંજનથી ભરપૂર હેલ્લો જીમાં ફોન ડેટિંગ ઓપરેટર એન્જિલિનાની કથા છે. પોતાના વ્યવસાયમાં આવતા ઉતાર ચડાવ અને સંબંધોની આંટીઘૂંટીને તે કઈ રીતે પાર પાડે છે તે દર્શાવવામાં આવ્યું છે. વિદ્યા આમાં `વૉઈસ અૉવર ધ ફોન' હશે. તેના અવાજથી સ્ટોરીમાં એક નવો રોમાંચ પેદા થશે.
Published on: Tue, 26 Jan 2021
વેબ સિરીઝ હેલ્લો જી માં વિદ્યા બાલનનો વૉઇસઅૉવર
