ટીવી કલાકારોને દીકરીઓ છે વહાલી

ટીવી કલાકારોને દીકરીઓ છે વહાલી
દીકરીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે સશક્ત અને શિક્ષિત કરવી અત્યંત જરૂરી છે એ વાત સાથે સંમત થતાં ટીવી કલાકારો દીકરી અત્યંત વહાલી હોવાનું કબૂલે છે. એન્ડી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ ભાભીજી ઘર પર હૈના કલાકારો મનમોહન તિવારી (રોહિતાશ્વ ગૌર), અંગુરીભાભી, (શુભાંગી અત્રે) અને પપ્પુ (મનમોહન તિવારી) દીકરીઓને સ્વમાની અને સશક્ત બનાવવાનો આગ્રહ રાખે છે. રોહિતાશ્વ બે દીકરીઓના પિતા છે. તેણે કહ્યું હતું કે, દીકરીઓ દુનિયાને સુંદરતા, આનંદ અને પ્રેમ આપે છે. માતાપિતાએ તેમને ઊડવા માટે પાંખો આપવી જોઈએ તથા તેમને નીડર, આત્મસમ્માની બનવામાં મદદ કરવી જોઈએ. મેં હંમેશાં મારી દીકરીઓને પ્રગતિ કરવા પ્રોત્સાહન આપ્યું છે અને તેમના દરેક સાહસમાં સાથ આપ્યો છે. 
મનમોહન તિવારીને તો હાલમાં દીકરીના પિતા બન્યા છે. તેણે કહ્યું કે, હું મારી દીકરીને ના કહેવાના મહત્ત્વને સમજાવીશ. તેણે એ સમજવું જરૂરી છે કે અસામાન્ય સ્થિતિમાં પરિણામની ચિંતા કર્યા વગર ના કહેવાનો અધિકાર છે. મારી દીકરી મોટી થઈને કોઈ નિર્ણય લેશે તો હું હંમેશાં તેને સાથ આપીશ.
ટીનેજ દીકરીની માતા શુભાંગીએ દીકરીને પોતાના પર વિશ્વાસ રાખતાં શીખવ્યું છે. તેણે કહ્યું હતું કે, આજકાલ કેટલાક લોકો કારકિર્દી અને અંગત જીવન વિશે યુવતીઓ દ્વારા લેવાતા નિર્ણયો તરફ આંગળી ચીંધે છે. હું મારી દીકરીને કહું છું કે તેની સીમા આકાશ છે અને લક્ષ્યને હાંસલ કરવાનો વિશ્વાસ રાખીશ તો સફળતા જરૂર મળશે. તારી સામે આખું જીવન છે એટલે લોકોથી પ્રભાવિત થવાને બદલે પોતાનો માર્ગ પોતે કંડારે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer