કાંગારુ ખેલાડીઓ સાથે લિફ્ટમાં નો એન્ટ્રી : અશ્વિનનો ચોંકાવનારો ખુલાસો

કાંગારુ ખેલાડીઓ સાથે લિફ્ટમાં નો એન્ટ્રી : અશ્વિનનો ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, તા.25: અનુભવી ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આજે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યંy છે કે ઓસ્ટ્રેલિયામાં હાલમાં સમાપ્ત થયેલ બોર્ડર-ગવાસ્કર ટ્રોફી દરમિયાન સિડનીમાં તેને હોમ ટીમના ખેલાડીઓ સાથે લિફ્ટમાં પ્રવેશ કરવાની મંજૂરી મળી ન હતી. અશ્વિને આ વાત ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર સાથેની યુ-ટયુબ પરની ચર્ચા દરમિયાન કરી હતી.
અશ્વિને કહ્યંy સિડની પહોંચ્યા બાદ અમારા પર આકરા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા હતા. બન્ને ટીમના ખેલાડીઓ બાયો બબલના હિસ્સા હતા, આમ છતાં જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ લિફ્ટમાં હતા, તો તેમણે ભારતીય ખેલાડીઓને અંદર આવવાની અનુમતી આપી ન હતી. એ સમય અમને ઘણું ખરાબ લાગ્યું હતું. અમારા માટે આ અપમાન પચાવવું કઠિન હતું.
અશ્વિન ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં પ્રથમ ત્રણ ટેસ્ટ મેચનો હિસ્સો હતો. ઇજાને લીધે તે ચોથો મેચ રમી શક્યો ન હતો. તેણે કુલ 12 વિકેટ લીધી હતી અને સિડની ટેસ્ટ હનુમા વિહારી સાથે બચાવી લીધો હતો.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer