કૃષિ કાયદાના મામલે મહાવિકાસ આઘાડીની નૌટંકી : ફડણવીસ

નાગપુર, તા. 25 : ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિશે અમુક રાજકીય પક્ષો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને નૌટંકી કરી રહ્યા છે.  મુંબઈમાં યોજવામાં આવેલી ખેડૂતોની રૅલીને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રસનો પણ ટેકો છે. ફડણવીસ આ બન્ને પક્ષોએ રૅલીને આપેલા ટેકાના સંદર્ભમાં બોલી રહ્યા હતા. 
ફડણવીસે કહ્યું હતું કે વાસ્તવમાં કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસની આગલી સરકારે કોન્ટ્રેક્ટ ફાર્મિંગ અને ખેતપેદાશ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ ખરીદવાને મંજૂરી આપેલી. કેન્દ્રના કૃષિ કાયદા પસાર થયા એને ઘણો સમય થઈ ગયો છે અને આ ગાળામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કોઈ આંદોલન કર્યું નથી. અમુક રાજકીય પક્ષો હવે ઈરાદાપૂર્વક નૌટંકી કરી રહ્યા છે અને ખેડૂતોને ખોટી માહિતી આપી તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer