મુંબઇ, તા. 25 : ઉપનગરીય લોકલ રેલવે સેવા સામાન્ય નાગરિકો માટે શરૂ કરવા બાબતે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની બેઠકમાં અહેવાલ આપવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકો માટે લોકલ રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ કરાશે એવી માહિતી સીએમ ઠાકરેએ આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ સંજય કુમાર, પ્રધાન સલાહકાર અજોય મહેતા, અપર મુખ્ય સચિવ આશિષકુમાર સિંહ, પ્રધાન સચિવ વિકાસ ખારગે, સચિવ આબાસાહેબ જરાડ, બૃહદમુંબઇ મહાનગર પાલિકા કમિશનર ઇકબાલ સિંહ ચહલ, આપાતકાલીન વ્યવસ્થાપન સંચાલક અભય યાવલકર સહિત મધ્ય રેલવેના મેનેજર સંજીવ મિત્તલ, પિશ્ચમ રેલવેના મેનેજર આલોક કંસલ, મુંબઇ પોલીસ કમિશનર પરમવીર સિંહ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. કોરોના વાયરસના સંક્રમણમાં ભીડ જામે નહીં એવી પધ્ધતિથી લોકલ રેલવે સેવા સામાન્ય નાગરિકો માટે કઇ રીતે શરૂ કરવામાં આવે એ બાબતે વિવિધ વિકલ્પો પર બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
Published on: Tue, 26 Jan 2021