મુંબઈ, તા. 25: ભ્રષ્ટાચાર અને રિફંડ ષડયંત્રને લગતા 1985ના એક કેસમાં, વેચાણવેરા વિભાગના એક અધિકારીને દોષિત જાહેર કરવાના 25 વર્ષ બાદ તેમના મૃત્યુના લગભગ બે દાયકા પછી બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં તેમને મુક્ત
કર્યા હતા.
સુરેશ કાગનેને દોષિત ઠેરવીને 18 માસની સજા અને 26 હજાર રૂપિયાનો દંડ ફટકારતા ચુકાદા સામે 1996માં નોંધાવાયેલી અપીલમાં કાગનેના વિધવા અને પુત્ર 2015માં આગળ વધ્યા હતાં.
સપ્ટેમ્બર, 1996માં સોલાપુરની એક વિશેષ નીચલી અદાલતે મુખ્યત્વે એક સહઆરોપી (તેલ મિલના માલિક)ના સરકારી સાક્ષી બનેલા પુત્રની જુબાની પર આધાર રાખીને કાગને અને અન્ય બે જણને દોષિત ઠેરવ્યા હતા. જાસ્ટિસ એલ. કે. શિંદે દ્વારા અપાયેલા હાઈકોર્ટના ચુકાદામાં જણાવાયું હતું કે, દેખીતી રીતે આ કેસમાંની છટકબારી-ઉણપોને પૂરવા માટે ફરિયાદ પક્ષના 94 સાક્ષીમાંથી 92 સાક્ષીને તપાસ્યા બાદ ખટલાના અંતે કાગનેને માફી અપાઈ છે.
બે સરકારી નોકરો તથા તેલ કાઢવાના ધંધામાં રજિસ્ટર થયેલા એક અને તેમના પુત્રની સાથે કાગને પર ખટલો ચલાવાયો હતો. તેલાબિંયામાંથી તેલ કાઢવાના અને તેલની ધાણીઓના ધંધામાં પ્રવૃત્ત લોકો માટે દાખલપાત્ર રિફંડના ખોટા દાવા બનાવીને રિફંડ મેળવવાના ષડયંત્રનો આક્ષેપોમાં સમાવેશ થતો હતો.
એક સહઆરોપીએ ડિલરના પુત્રનું રજિસ્ટ્રેશન મંજૂર કર્યું હતું. કથિતપણે યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના રા. 2.6 લાખની પતાવટ માટેના દાવાને કાગનેએ સ્વીકાર્યા હતા અને સરકારી તિજોરીને આથી નુકસાન થયું હતું.
2013માં તત્કાલિન જાસ્ટિસ એમ. એલ. તહલિયાનીએ આપેલા ચુકાદામાં હાઈકોર્ટે ગાનેના બે સહઆરોપીઓ એવા વેચાણવેરા અધિકારીઓને છોડી મૂક્યા હતા અને દોષિત ઠેરવવા વિરુદ્ધ તેમની બે અલગ અપીલોને માન્ય રાખી હતી.
ખાતાકીય તપાસમાં અધિકારીઓ કાર્યવિધિને અનુસરવામાં ફરજચૂક બદલ ગુનેગાર જણાયા હતા. કાગનેની અપીલને સ્વીકારીને જાસ્ટિસ શિંદેએ જણાવ્યું હતું.
Published on: Tue, 26 Jan 2021