નવા માત્ર 13,203 કેસ; 96.83 ટકા દર્દી સાજા થયા
નવી દિલ્હી, તા. 25 : ભારતમાં સોમવારે છેલ્લા આઠ માસમાં સૌથી ઓછાં 131 મોત થયાં હતાં. છેલ્લા 24 કલાકમાં 13,203 નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને એક કરોડ છ? લાખ?67,736 થઇ ગઇ?છે. દેશમાં 24 કલાકમાં 131 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ 1,53,470 સંક્રમિતો કોરોનાના કારણે જીવ ખોઇ?ચૂક્યા છે.
ભારતમાં સક્રિય કેસોની સંખ્યા સતત ઘટવા માંડી છે. આજની તારીખે 1,84,182 દર્દી સારવાર હેઠળ છે. આમ, સક્રિય કેસોનું પ્રમાણ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યાની તુલનામાં ઘટતું જઇને 1.73 ટકા રહી ગયું છે.
ભારતમાં અત્યાર સુધી એક કરોડ ત્રણ? લાખ 30 હજારથી વધુ દર્દી સાજા થઇ?ચૂક્યા છે. આમ, રીકવરી રેટ વધીને 96.83 ટકા પર પહોંચી ગયો છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 19 કરોડ?23 લાખથી વધુ ટેસ્ટ થઇ?ચૂક્યા છે. દેશમાં થયેલાં કુલ મોતના ત્રીજા ભાગના મોત એકલા મહારાષ્ટ્રમાં થયાં છે. ત્યારબાદ દક્ષિણ?ભારતના રાજ્યો કર્ણાટક અને તામિલનાડુમાં મોતના મામલે સ્થિતિ ખરાબ છે.
Published on: Tue, 26 Jan 2021