મુંબઈમાં 348 સહિત રાજ્યમાં કોરોનાના નવા 1842 દરદી મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : સોમવારે મહારાષ્ટ્રમાંથી કોરોનાના 1842 નવા કેસ મળી આવતા રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 20,10,948ની થઈ ગઈ છે. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થતાં રાજ્યનો મરણાંક 50,815નો થઈ ગયો છે. સોમવારે મહારાષ્ટ્રમાં 3080 પેશન્ટોને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 19,15,344 સાજા થઈને ઘરે ગયા છે. અત્યારે રાજ્યમાં 43,561 કોરોનાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે. 
મુંબઈ શહેરમાંથી સોમવારે કોરોનાના 348 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 3,06,398ની થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં સાત કોરોનાગ્રસ્તોના મોત થતાં શહેરનો મરણાંક 11,311નો થઈ ગયો છે. 
સોમવારે રાજ્યમાં 50,403 ટેસ્ટ કરવામાં આવતાં અત્યાર સુધી રાજ્યમાં કુલ 1,42,57,998 ટેસ્ટ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો રિક્વરી રેટ 95.25 ટકા છે જ્યારે મૃત્યુ દર 2.53 ટકા છે. સોમવારે પુણે પાલિકા વિસ્તરમાંથી 102 અને નાગપુર શહેરમાંથી 181 નવા કેસ મળ્યા હતા. 
અત્યારે રાજ્યમાં 2,07,971 લોકો હોમ ક્વોરન્ટિનમાં છે જ્યારે 2360 લોકો સંસ્થાત્મક ક્વોરન્ટિન કેન્દ્રોમાં છે.
Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer