તણાવ ઘટાડવા ભારત-ચીન સહમત

નવી દિલ્હી, તા. 25 : સીમા પર જારી તાણ વચ્ચે ભારત અને ચીનના કોર કમાન્ડરોની નવમા દોરની ચર્ચા `સકારાત્મક' રહી, તેવું ભારતની સેનાએ સોમવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.
આ ચર્ચાના અંતે બંને દેશો વાસ્તવિક નિયંત્રણ રેખા પર તાણ ઘટાડવા તૈયાર થયા હતા. નવમા દોરની બેઠકથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સમજ વધશે, તેવો આશાવાદ સેનાએ દર્શાવ્યો હતો.

Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer