નાથુલામાં ભારતીય સેનાએ ચીની સૈનિકોને ખદેડયા

નવી દિલ્હી, તા. 25 : વીતેલાં વરસના મે મહિનાથી ચીન સાથે જારી તાણ વચ્ચે વધુ એકવાર વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનના જવાનો સામસામા આવી જતાં હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં 20 ચીની સૈનિકો ઘાયલ થયા હતા. સિક્કિમના નાથુલા ક્ષેત્રમાં ભારતના જવાનોએ ખંધાં ચીનનો ઘૂસણખોરીનો પ્રયાસ નાકામ કરતાં ચીની સૈનિકોને ખદેડી કાઢ્યા હતા. આ સંઘર્ષ દરમ્યાન ભારતના ચાર જવાન પણ ઘાયલ થયા હતા, પરંતુ ચીનના નાપાક મનસૂબા પર પાણી ફેરવી દેતાં ભારતીય જવાનોએ?ડ્રેગનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોને પોતાનાં ક્ષેત્રમાંથી હાંકી કાઢ્યા હતા. ગત શનિવારથી ચીની સેનાએ સિક્કિમના નાથુલા ક્ષેત્રમાં વાસ્તવિક અંકુશરેખાની યથાસ્થિતિને બદલવાની કોશિશ? કરી હતી.

Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer