મુંબઈમાં મહામોરચો

મુંબઈમાં મહામોરચો
રાજ્યપાલની ગેરહાજરીથી નારાજ ખેડૂતોએ આવેદનપત્ર ફાડયું
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : દિલ્હીમાં લગભગ બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોના ટેકામાં મુંબઈના આઝાદ મેદાનમાં એકઠા થયેલા મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતોએ સોમવારે રાજ્યપાલને એક આવેદનપત્ર આપવા મોર્ચો કાઢ્યો હતો, પણ રાજ્યપાલે સમય આપ્યો હોવા છતાં ગોવા ઉપડી ગયાની ખબર પડતા ખેડૂતો આક્રમક બન્યા હતા અને તેમણે આવેદનપત્રની નકલ સ્ટેજ પર ફાડી નાખી હતી. 
રાજભવન તરફ જતા આ મોરચાને મેટ્રો સર્કલ પાસે પોલીસે અટકાવ્યો હતો અને તેમને આઝાદ મેદાન પાછા જવાની સૂચના આપી હતી. 
રાજ્યપાલની ગેરહાજરીથી ગિન્નાયેલા ખેડૂત નેતા અશોક ઢવળેએ કહ્યું હતું કે રાજ્યપાલે સ્વયં ટાઈમ આપેલો, પણ તેઓ મજા કરવા ગોવા નીકળી ગયા હતા. તેમની ગેરહાજરી એ મહારાષ્ટ્રની જનતાનું અપમાન છે. તેઓ ભજપના નેતા હતા અને આજે પણ સંઘના તેઓ પ્રચારક છે. મહારાષ્ટ્રને આવા રાજ્યપાલ ક્યારેય મળ્યા નથી. 
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલની ગેરહાજરીમાં અમારે તેમના સચિવને આવેદન આપવું નહોતું. એટલે અમે એ આવેદન સ્ટેજ પર ફાડી નાખ્યું હતું. આ આવેદન હવે અમે રાષ્ટ્રપતિને મોકલીશું. આવતી કાલે પ્રસત્તાક દિને ધ્વજ વંદન કરી અમે ઘરે પાછા જઈશું. 
જોઈન્ટ કમિશનર અૉફ પોલીસ (કાયદો-વ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલે કહ્યું હતું કે હાઈ કોર્ટના આદેશ મુજબ દક્ષિણ મુંબઈમાં મોર્ચો કાઢવા પર પ્રતિબંધ છે. એટલે ખેડૂતોનું એક માત્ર પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવાની અમે પરવાનગી આપી હતી. રાજ્યપાલ મુંબઈમાં ન હોવાથી આ પ્રતિનિધિમંડળ પાછું ફર્યું હતું. 
મંગળવાર (આજ) સુધી ચાલનારી આ રૅલી પર નજર રાખવા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની બે કંપની અને મુંબઈ પોલીસના 800થી વધુ જવાનોને ત્યાં ગોઠવવામાં આવ્યા છે. રૅલીના સ્થળે ખેડૂતો માટે માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખેડૂતોને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાની પણ માઈક પર વારેઘડી એનાઉન્સમેન્ટ કરાતી હતી. 
ડ્રોનની મદદથી પણ પોલીસ રેલી પર નજર રાખી રહી છે. રૅલીમાં આવેલા ખેડૂતો સોમવારે રાતવાસો કર્યા બાદ મંગળવારે ધ્વજ લહેરાવશે અને એ બાદ પરત જશે 
ખેડૂતોની રૅલીને શિવસેનાના નેતા અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે પણ સંબોધવાના હતા, પણ કલ્યાણમાં પત્રી પુલના ઉદ્ઘાટન સમારોહમાં મોડું થઈ જતા તેઓ કાર્યક્રમમા આવી ન શક્યા હોવાનું કારણ અપાયું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
ગવર્નરે ટાઈમ આપ્યો જ નથી : રાજભવન
રાજભવને રાજ્યપાલની ગેરહાજરી વિશે ખેડૂતોના તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા. મહારાષ્ટ્રના રાજ્યપાલ ગોવાનો ચાર્જ પણ સંભાળે છે અને ગોવાની વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર સોમવારથી શરૂ થયું હતું. પહેલા દિવસે વિધાનસભામાં રાજ્યપાલનું સંભાષણ હતું. રાજભવને એક નિવેદનમાં કહ્યું હતું કે સોમવારે રાજ્યપાલ ગોવામાં હશે એની જાણ ખેડૂત નેતાઓને પહેલેથી કરવામાં આવેલી

Published on: Tue, 26 Jan 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer