અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ સામવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ખેડૂતોએ નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના આંદોલનકારી ખેડૂતોના ટેકામાં રૅલી કાઢવાની કોઈ જરૂર નહોતી અને આ બધુ માત્ર પબ્લિસિટી માટે કરાઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ ત્રણે કૃષિ કાયદાના અમલ સામે સ્ટે આપ્યો છે એટલે અત્યારે આ રૅલીની કોઈ જરૂરત જ નહોતી. સરકારે પણ દોઢ વર્ષ માટે કાયદાના અમલને સ્થગિત કરવાની ખાતરી આપી છે. એટલે આ આંદોલન માત્ર પબ્લિસિટી માટે થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના પક્ષમાં છે અને તેમને ન્યાય આપવા તૈયાર છે.
આંદોલનને પબલિટિ સ્ટંટ કરવા બદલ આઠવલેએ ખેડૂતોની માફી માગવી જોઈએ એવી માગણી રાષ્ટ્રવાદી કૉંગ્રેસે કરી હતી.
Published on: Tue, 26 Jan 2021
ખેડૂતોનું આંદોલન પબ્લિસિટી સ્ટંટ : આઠવલે
