વડા પ્રધાને બાળવીરો સાથે કર્યો સંવાદ
નવી દિલ્હી, તા. 25: ગણતંત્ર દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનકડી ઉંમરમાં જાનની બાજી લગાડીને બીજાની જિંદગી બચાવનારાં 32 બાળકને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો હતો. જેમાંથી ત્રણને બહાદૂરી માટે સન્માન મળ્યું હતું. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત થનારા બાળકોને મળ્યા હતા. આ દરમિયાન 62 વર્ષમાં પહેલી વખત એવું બનશે કે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા બાળકો કોરોના સંક્રમણના કારણે ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લઈ શકશે નહીં.
આ બાળકમાં કામેશ્વર જગન્નાથ વાઘમારે એ બાળકો માટે દેવદૂત બનીને આવ્યો હતો તે નદીમાં ડૂબી રહ્યા હતા. કંધાર તાલુકામાં ઘોડા ગામ પાસે વહેતી નદીમાં ત્રણ બાળક પડયાં હતાં. વહેણમાં આવીને આ બાળકો ડૂબવા લાગ્યાં હતાં. આ દરમિયાન કામેશ્વરે બે બાળકને બચાવી લીધાં હતાં. આવી રીતે બારાબાંકીના 13 વર્ષીય કુંવર દિવ્યાંશ સિંહે એક બળદથી પોતાની બહેનને બચાવી હતી. આ દરમિયાન બેગથી બળદનો મુકાબલો કર્યો હતો જ્યારે ગુરુગ્રામમાં રહેતી 15 વર્ષીય જ્યોતિએ બીમાર પિતા માટે બિહારથી દરભંગા 7 દિવસ સાઇકલ ચલાવી હતી. બીમાર પિતાને પાછળ બેસાડીને 1200 કિમી સફર પૂરી કરી હતી.
Published on: Tue, 26 Jan 2021
32 બાળકોને વીરતા પુરસ્કાર
