કોરોના નિયમો તોડવા છતા રિયાઝ અને સેમી પીએસએલમાં રમશે

કોરોના નિયમો તોડવા છતા રિયાઝ અને સેમી પીએસએલમાં રમશે
નવી દિલ્હી, તા. 22: વહાબ રિયાજ અને ડેરેન સેમીની કોરોના સંબંધિત ક્વોરન્ટિન નયમોના ઉલ્લંઘન સામે અપીલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્વીકારી લીધી છે. જેનાથી બન્ને ખેલાડીને પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર જલ્મી ટીમ સાથે બીજી વખત જોડાવાની સ્વીકૃતિ મળી છે. પીસીબીએ કહ્યું હતું કે, અપીલ સ્વીકાવા માટે પીસીબીની ટેકનિકલ સમિતિને ધન્યવાદ કરવામાં આવે છે.  
બન્નેએ આશ્વાસન આપ્યું છે કે નિયમોનું પાલન અને સન્માન કરવામાં આવશે. ટીમના કેપ્ટન રિયાઝ અને મુખ્ય કોચ સેમીએ બાયો બબલના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં બન્ને ટીમના માલિકને મળ્યા હતા.  

Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer