મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થશે રગ્બી લીગનું આયોજન

મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં થશે રગ્બી લીગનું આયોજન
મેલબૉર્ન, તા. 22: મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ચાલુ વર્ષે ન્યુ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડ વચ્ચે સ્ટેટ ઓફ ઓરિજિન રગ્બી લીગ શ્રેણીના પહેલા દોરના મેચનું આયોજન થશે. એમસીજી ઉપર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ અને અન્ય ક્રિકેટ મેચનંન આયોજન કરવામાં આવે છે પણ ઓસ્ટ્રેલિયાની નેશનલ રગ્બી લીગે સોમવારે ઘોષણા કરી હતી કે ઐતિહાસિક મેદાન ઉપર 9 અને 10 જુનના રોજ રગ્બી મેચ રમાશે. એમસીજીમાં પહેલા પણ રગ્બી મેચનું આયોજન થઈ ચૂક્યું છે પણ અંતિમ વખત 2018મા આયોજન થયું હતું. નેશનલ રગ્બી લીગના પ્રમુખ એન્ડ્રુ એબ્ડોએ કહ્યું હતું કે, કોરોનાથી સુરક્ષિત વાતાવરણમાં ટૂર્નામેન્ટનું આયોજન કરાવવા માટે પ્રતિબદ્ધ છે.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer