કોન્વેના 99 રનની મદદથી કિવિઝે અૉસ્ટ્રેલિયાને હરાવ્યું

કોન્વેના 99 રનની મદદથી કિવિઝે અૉસ્ટ્રેલિયાને હરાવ્યું
પહેલી ટી-20 મૅચમાં અૉસ્ટ્રેલિયાની 53 રને હાર ક્રાઈસ્ટચર્ચ, તા. 22: આઇપીએલની 14મી સિઝનમાં નિલામીમાં ખાલી હાથ રહેલા ડેવન કોન્વેની 99 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી ન્યૂઝિલેન્ડે પહેલા ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 53 રને હરાવીને 1-0થી બઢત મેળવી લીધી છે.   ન્યૂઝિલેન્ડ માટે સ્પેનિશ સ્પિનર ઈશ સોઢીએ સર્વાધિક ચાર વિકેટ લીધી હતી જ્યારે ટ્રેન્ટ હોલ્ડ અને ટિમ સાઉદીને બે બે વિકેટ મળી હતી. ક્રાઇસ્ટ ચર્ચનાં મેદાનમાં રમાયેલા મેચમાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવિઝ ટીમને પહેલી જ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ડેનિયમ સેમ્સે સીનિયર બેટ્સમેન માર્ટિન ગપ્ટિલને શૂન્યમાં આઉટ કર્યો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં ટિમ સેફર્ટની વિકેટ પડી હતી.   ઓપાનિંગ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા બાદ કેન વિલિયમ્સનને કેચ આઉટ થતા ન્યૂઝિલેન્ડને વધુ એક ઝટકો લાગ્યો હતો. 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કોન્વેએ ગ્લેન ફિલિપ્સ સાથે મળીને ચોથી વિકેટ માટે મહત્ત્વની 74 રનની ભાગીદારી કરી હતી. ફિલિપ્સે આઉટ થતાં પહેલા 20 બોલમાં 30 રન કર્યા હતા.   ત્યારબાદ કોન્વેએ જેમ્સ નિશમ સાથે મળીને ઇનિંગ આગળ વધારી હતી. નિશમન 26 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કોન્વેએ 59 બોલમાં 10 તોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી નોટઆઉટ 99 રન કર્યા હતા. જેની મદદથી કિવિઝ ટીમે 184 રનનું લક્ષ્ય ઉભું કર્યું હતું.   185 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 19 રનના કુલ સ્કોરે શિર્ષ ચાર બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી. શીર્ષ બેટ્સમેનો આઉટ થયા બાદ મિશેલ માર્શે ઇનિંગ સંભાળવાની કોશિશ કરી હતી. તેણે 33 બોલમાં 44 રન કર્યા હતા. જો કે બીજા છેડે સતત વિકેટો પડતી રહી હતી. 13મી ઓવરમાં માર્શ આઉટ થયા બાદ પૂરી ઓસ્ટ્રેલિયન ટીમ 17.3 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ હતી.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer