મનોજ તિવારી મૌકા-એ-વારદાતમાં જોવા મળશે

મનોજ તિવારી  મૌકા-એ-વારદાતમાં જોવા મળશે
વૈવિધ્યતાસભર કન્ટેન્ટ આપનાર ઍન્ડ ટીવી પર નવી ક્રાઈમ સિરિયલ મૌકા - એ- વારદાત શરૂ તવાની છે. આમાં રહસ્યમય અપરાધોના જગતમાં ડોકિયું કરવાની તક મળશે. શોમાં દર્શાવાશે કે વાસ્તવિક ગુનાઓની જાળ કલ્પના કરતાં પણ વધુ ભયાનક હોય છે. શોના સૂત્રધાર તરીકે રાજકારણી અને જાણીતા અભિનેતા મનોજ તિવારી જોવા મળશે. મનોજે જણાવ્યું હતું કે, હું એવા શોનો હિસ્સો બનવા માગતો હતો જે સમાજમાં સકારાત્મક બદલાવ લાવે અને ગુના જેવા મહત્ત્વના મુદ્દા પર જાગૃતિ લાવે. ઍન્ડ ટીવીએ મને મૌકા-એ-વારદાત ઓફર કર્યો ત્યારે મને તે એકદમ યોગ્ય પ્લેટફોર્મ લાગ્યું. આ શોનું કન્ટેન્ટ હટકે છે. આમાં જે સ્ટોરી દેખાડવામાં આવશે તે કલ્પના કરતાં પણ ચાર ચાસણી ચડે એવી હશે. આ જોઈને લોકો સાવધ બની જશે. અમે આ શોને રસપ્રદ અને પ્રાસંગિક બનાવવાની કોશિશ કરી છે.   મનોજ તિવારીના શો મૌકા- એ- વારદાતનું પ્રસારણ નવ માર્ચથી સોમથઈ શુક્ર સાંજના સાત વાગ્યે થશે.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer