જીતની રકમથી ગામમાં પાકા રસ્તા બનાવીશ : રૂબીના દિલૈક

જીતની રકમથી ગામમાં પાકા રસ્તા બનાવીશ : રૂબીના દિલૈક
ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક િબગ બોસ 14ની વિજેતા બની છે. ટ્રોફીની સાથે રૂબીનાને 36 લાખ રૂપિયા મળ્યા છે. 140 દિવસ સુધી ચાલેલા આ શોમાં રૂબીનાની સાથે અંતિમ રાઉન્ડ સુધી પહોંચેલો રાહુવ વૈદ્ય રનર અપ રહ્યો હતો. શો જીત્યા બાદ રૂબીનાએ જણાવ્યું હતું કે, જીતેલી રકમથી કેટલોક ભાગ ખર્ચીને હું મારા ગામમાં પાકા રસ્તા બનાવીશ. મારી માતાએ હંમેશાં મને શીખવ્યું છે કે તમે જે પણ કમાણી કરો તેમાંથી કેટલોક હિસ્સો સમાજ તથા પોતાના લોકોને આપવો જોઈએ. હું મારી માતાની આ વાતને અનુસરું છું. મારી ઈચ્છા હતી કે હું મારા ગામના લોકો માટે પાક્કો રસ્તો તથા ઈલેક્ટ્રિસ્ટી માટે કંઈક કરું. છેલ્લાં કેટલાંક વર્ષોથી હું ગામમાં રહું પણ છું. મને વિશ્વાસ છે કે હું અહીંના લોકો માટે જરૂરથી કંઈક કરીશ. જ્યારે સલમાન ખાને મારું નામ વિજેતા તરીકે જાહેર કર્યું ત્યારે મને વિશ્વાસ થયો નહોતો. મેં સલમાન પાસે ફરી ખાતરી કરી હતી અને પછી મને વિશ્વાસ થયો હતો. તે સમયે હું બિલકુલ નર્વસ નહોતી. જોકે, સંતોષ હતો કે મેં 140 દિવસની સફર પૂરી કરી. મેં ક્યારેય િબગ બોસ શો જોયો નહોતો. એટલે શો વિશે ઝાઝી માહિતી નહોતી. જોકે, જ્યારે શોમાં ભાગ લીધો ત્યારે ઈચ્છા હતી કે હું ફિનાલે સુધી પહોંચું. ટ્રોફી જીતીશ કે નહીં એ મેં નસીબ પર છોડી દીધું હતું. કહેવાય છે ને કે તમે સાચા મનથી કોઈ કામ કરશો તો જરૂર સફળ થશો.    રૂબીનાએ ઉમેર્યુ હતું કે, જ્યારે શો અૉફર થયો ત્યારે ખબર નહોતી કે હું આ ગેમમાં જઈને શું કરીશ. જોકે, મને મારી પ્રમાણિકતા પર વિશ્વાસ હતો.  મારી આ જીતમાં મારા પતિ અભિનવ શુક્લાનો બહુ જ મોટો ફાળો છે. તેમણે મને આ સફરમાં પૂરો સાથ આપ્યો છે. જ્યારે મારી જીતનું એલાન થયું તો મેં સૌ પહેલાં અભિનવને જોયો હતો. તે ડાન્સ કરતા હતા. આ શોને કારણે અમારા સંબંધને નવું જીવન મળ્યું. આ મારી સૌથી મોટી જીત છે.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer