કરીના-સૈફનો બીજો દીકરો મોટા ભાઈ તૈમુર જેવો જ દેખાય છે : રણધીર કપૂર

કરીના-સૈફનો બીજો દીકરો મોટા ભાઈ તૈમુર જેવો જ દેખાય છે : રણધીર કપૂર
કરીના કપૂરે રવિવારે, 21 ફેબ્રુઆરીના રોજ સવારે બીજા દીકરાને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બીજા દીકરાના જન્મ બાદ ચાહકો તથા સેલિબ્રિટિઝે સોશિયલ મીડિયામાં એક્ટ્રેસને શુભેચ્છા પાઠવી હતી. ચાહકો કરીનાનો બીજો દીકરો કોના જેવો દેખાતો હશે તે જાણવા માટે ઉત્સુક છે.   બીજી વાર નાના બનેલા રણધીર કપૂરે કહ્યું હતું, મને તો બધા બાળકો એક જેવા જ લાગે છે. જોકે, ઘરના બધા લોકો એવું કહી રહ્યાં છે તે તૈમુર જેવો દેખાય છે. કરીનાની તબિયત એકદમ સારી છે અને સૈફની ખુશી તો જોવાલાયક છે. તૈમુર પણ એકદમ આનંદમાં આવી ગયો છે. તૈમુરને જ્યારે ખબર પડી કે તે મોટો ભાઈ બની ગયો છે તો તે ખુશખુશાલ થયો હતો. સૈફ તો એકદમ ઉત્સાહમાં આવી ગયો હતો.    કરીના કપૂરે 20 ડિસેમ્બર, 2016ના બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. ત્યારે પ્રસૂતિ સી સેકશનથી કરવામાં આવી હતી અને હવે આ વખતે પણ બીજા દીકરાને જન્મ અૉપરેશનથી આપ્યો હતો.   કરીના 2016માં જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ થઈ તે સમયે પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેણે પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી પોતાના તમામ કામકાજ પૂરા કર્યા હતા.  આ વખતે જ્યારે કરીના બીજી વાર પ્રેગ્નન્ટ હતી તો પણ તેને પૂરા મહિના સુધી કામ કર્યું હતું. તેણે પ્રેગ્નન્સીમાં જ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શાટિંગ કર્યું હતું.     Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer