હવે પ્રતીક ગાંધી કૉમેડી ફિલ્મ વો લડકી હૈ કહાં? માં તાપસી પન્નુ સાથે જોવા મળશે

હવે પ્રતીક ગાંધી કૉમેડી ફિલ્મ વો લડકી હૈ કહાં? માં તાપસી પન્નુ સાથે જોવા મળશે
તાપસી પન્નુ એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે. હવે તાપસી પન્નુ વો લડકી હૈ કહાં?માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે વેબ સિરીઝ સ્કેમ 1992થી લોકપ્રિય બનનાર પ્રતીક ગાંધી છે. આ ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂર  અને દિગ્દર્શક અરશદ સૈયદ છે. આ એક ઈન્વેસ્ટિગેટિવ કોમેડી છે. ફિલ્મમાં પ્રતીક બગડેલા નબીરાનો રોલ ભજવશે અને તાપસી ચુલબુલી પોલીસ અધિકારી છે. નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે કહ્યું હતું, જ્યારે અરશદે અમને  ફિલ્મની પટકથા સંભળાવી તો અમને ખ્યાલ આવી ગયો કે આ ફિલ્મ તો બનવી જ જોઈએ. અમે તાપસી સાથે કામ કરવા માટે ઉત્સાહી છીએ. તે ક્રીન પર એકદમ એનર્જી લાવી દે છે. પ્રતીકે સ્કેમ 1992થી પોતાની કમાલની એક્ટિંગ બતાવીને આપણને આશ્ચર્યમાં મૂકી દીધા છે.  ફિલ્મ અંગે તાપસી પન્નુએ કહ્યું હતું, અરશદે લખેલી વાર્તા કમાલની છે. મારું પાત્ર મને ગમ્યું છે. પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર તથા પ્રતીક સાથે કામ કરવા આતુર છું. મને પ્રતીકની સ્કેમ 1992 ઘણી જ ગમી હતી.  પ્રતીકે જણાવ્યું હતું કે, હું આ ફિલ્મનો હિસ્સો બનીને ખુશ છું. તાપસી, અરશદ તથા સિડની ટીમ સાથે કામ કરવા ઉત્સુક છું. હું સ્કેમ પછી કંઈક અલગ કરવા માગતો હતો. આ પાત્ર મારી અપેક્ષાએ ખરું ઊતર્યું છે. મને વિશ્વાસ છે કે આ ફિલ્મ ઘણી જ સારી બનશે અને શાટિંગ ક્યારે શરૂ થાય એની આતુરતાથી રાહ જોઉં છું.   અરશદ સૈયદ હાલમાં ફિલ્મના અન્ય કલાકારોની પસંદગી કરી રહ્યા છે. આ પહેલાં તેમણે અદાલત, સ્ટુડન્ટ અૉફ ધ યર 2, વેબ સિરીઝ બ્રીથ ઈનટુ ધ શેડો લખી હતી.   હાલમાં તાપસી પાસે  હસીન દિલરુબા, જન ગન મન, રશ્મિ રોકેટ, લૂપ લપેટા, દોબારા તથા શાબાશ મિઠુ ફિલ્મ છે.    Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer