રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ આજે ગુજરાતમાં

મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મૅચ નિહાળશે અમદાવાદ, તા.22: રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદ  આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આવતીકાલે બપોરે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી સીધા જ રાજભવન જશે. રાજ ભવનથી સાંજે પાંચ વાગ્યે મહાત્મા મંદિરના પરિસરમાં પ્રદર્શન કક્ષમાં સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને ત્યાંથી તેઓ રાજ ભવન પરત ફરશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે. ત્યાર બાદ 24 મી તારીખે મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી ટેસ્ટ મેચ નિહાળીને અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer