વડા પ્રધાન લોન ઍપના નામે અઢી લાખ લોકોની છેતરપિંડી

મુંબઈ, તા. 22 : દેશભરના લગભગ અઢી લાખ લોકોને વડા પ્રધાન લોન ઍપના નામે છેતરપિંડી કરનાર ગૅંગને સાઇબર ક્રાઇમ બ્રાંચે તાબામાં લીધી છે. આ કેસમાં સંજીવ સિંહ (36), પ્રાંજુલ રાઠોડ (27), રામનિવાસ કુમાવત (25) અને વિવેક શર્મા (42) એમ ચાર જણની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોની છેતરપિંડી કરતા હતા. આ આરોપીઓએ કેન્દ્ર સરકારના નામે જુદી જુદી નવ લોન એપ્લિકેશનો બનાવી હતી. તમામ એપ્લિકેશન પરથી લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. આ એપ્લિકેશનો બનાવવા આરોપીઓએ બનાવટી આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાર પત્રોનો ઉપયોગ કર્યો હતો. તેમ જ આરોપીઓએ ત્રણ બનાવટી વેબસાઇટો ઊભી કરી લોકોને લોભામણી સ્કીમો જણાવી આકર્ષણ ઊભું કર્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓએ દેશભરના બે લાખ 79 હજાર 352 નાગરિકોની છેતરપિંડી કરી લગભગ ચાર કરોડ રૂપિયાથી વધુની રકમ ભેગી કરી હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓ પાસેથી 18 મોબાઇલ, 10 હાર્ડડિસ્ક, ત્રણ રાઉટર અને એક પેન ડ્રાઇવ જપ્ત કરવામાં આવ્યાં છે.   Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer