નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ અને સામ પિત્રોડાને નોટિસ
નવી દિલ્હી, તા. 22 : દિલ્હી હાઇકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી અદાલતની સુનાવણી પર રોક મૂકતાં સોમવારે કેસમાં આરોપી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધીને નોટિસ આપી હતી. નીચલી અદાલતના ફેંસલાને પડકારતાં ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ્ સ્વામીએ કરેલી અરજીને ધ્યાને લઇ હાઇકોર્ટે સોનિયા, રાહુલ પાસે જવાબ માગ્યો છે. સ્વામીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉપરાંત અન્ય લોકો પર નેશનલ હેરાલ્ડનાં માધ્યમથી ગેરકાનૂની રીતે ધન પ્રાપ્ત કરવાનાં ષડ્યંત્રનો આરોપ મૂક્યો હતો. ન્યાયમૂર્તિ સુરેશ કૈતે સોનિયા, રાહુલની સાથોસાથ કોંગ્રેસ મહામંત્રી ઓસ્કાર ફર્નાન્ડીઝ, સુમન દુબે, સામ પિત્રોડા અને યંગ ઇન્ડિયાને 12 એપ્રિલ સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. Published on: Tue, 23 Feb 2021