માસ્ક વિના ફરનારાઓને હવે પોલીસ દંડ ફટકારશે : કમિશનરની ચેતવણી

માસ્ક વિના ફરનારાઓને હવે પોલીસ દંડ ફટકારશે : કમિશનરની ચેતવણી
મુંબઈ, તા. 22 : મુંબઈ પોલીસ હવે શહેરમાં વિના માસ્ક ફરનારાઓના ચલાન કે દંડ ફટકારી શકે છે. જેની સત્તાવાર જાહેરાત પોલીસ કમિશનર પરમબીર સિંહે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર કરી હતી.   પ્રિય મુંબઇકર મુંબઇ પોલીસ શહેરમાં હવે વિના માસ્ક ફરનારાઓને દંડ ફટકારી તેમનું ચલાન કાપી શકે છે. દરેક વખતે અમે તમારી સુરક્ષાનું ધ્યાન રાખીને નિર્ણયો લીધા છે. હેલમેટ ન પહેરો, સીટ બેલ્ટ ન પહેરો ત્યારે જેમ મુંબઈ પોલીસ દંડ ફટકારે છે અને તમને જીવન અને સુરક્ષાના મૂલ્ય યાદ અપાવે છે એવી જ રીતે આ નિર્ણય પણ તમારા હિતમાં છે. આજથી વિના માસ્ક ફરનારાઓને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. માસ્ક પહેરો અને પોતાને સુરક્ષિત રાખો. તમે અમારા માટે મહત્ત્વપૂર્ણ છો, એમ સિંહે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે.   શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને જોતા મહારાષ્ટ્ર સરકારે મુંબઇ પોલીસને પણ વિના માસ્ક ફરનારાઓનાં ચલાન કાપવાના અધિકાર આપ્યા છે.  Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer