મુંબઈની હૉટેલમાંથી દાદરા નગર હવેલીના સંસદસભ્યનો મૃતદેહ મળ્યો

મુંબઈની હૉટેલમાંથી દાદરા નગર હવેલીના સંસદસભ્યનો મૃતદેહ મળ્યો
મોહન ડેલકરે આત્મહત્યા કરી હોવાની શંકા મુંબઈ, તા.22 : દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે સોમવારે દક્ષિણ મુંબઈની એક હૉટેલમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી ગુજરાતી ભાષામાં લખેલી એક સ્યુસાઇડ નોટ મળી છે. જેનું અનુવાદ કરવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. સાંસદની આત્મહત્યાનું કારણ પોલીસ જાણી શકી નથી. મરીન ડ્રાઇવ પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.   સોમવારે મરીન ડ્રાઇવની એક હૉટેલના રૂમમાં મોહન ડેલકર મૃત હાલતમાં મળ્યા હતા. આ જાણકારી મળ્યા બાદ મરીન ડ્રાઇવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હવે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો કેસ હોવાનું સામે આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી છે. મુંબઈ પોલીસ આ મામલે તેમની મુંબઈની મુલાકાતની માહિતી પણ એકઠી કરી રહી છે. 58 વર્ષીય મોહન ડેલકર સાત વખત સાંસદ રહી ચૂકયા છે.   Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer