રિલાયન્સ, ઓએનજીસી, હિંદાલ્કોમાં તેજી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : સોમવારે વેચવાલીના પ્રચંડ પ્રહાર બાદ આજે શૅરબજારોમાં નીચલા સ્તરેથી ખરીદી શરૂ થઇ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી અને હિંદાલ્કો જેવા પસંદગીના શૅર્સમાં નીચલા સ્તરેથી ખરીદી નીકળી હતી. સત્રના પ્રારંભે સેન્સેક્સ 12 પૉઇન્ટ્સ ઘટી 49,731 પૉઇન્ટ્સ ઉપર અને નિફટી 3.5 પૉઇન્ટ્સ વધી 14,679 પૉઇન્ટ્સ ઉપર ટ્રેડમાં હતા.
ગઈ કાલે અમેરિકા અને યુરોપના શૅરબજારો ઘટાડે બંધ થયા હતા. આજે સવારે એશિયન શૅરબજારોમાં સાઉથ કોરિયાના કોસ્પીને બાદ કરતાં જપાનનો નિક્કી અને હૅંગસૅંગ શૅરબજારો અનુક્રમે 0.46 ટકા અને 1.28 ટકાના વધારે ટ્રેડમાં હતા. સિંગાપોર નિફટી 0.58 ટકાના વધારે ટ્રેડમાં હતો.
સ્થાનિકમાં બીએસઇ સ્મોલ કૅપ ઇન્ડેક્સ 1.02 ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ 1.20 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્સ 1.69 ટકાના વધારે ટ્રેડમાં હતો.
નિફટીમાં બૅન્ક નિફટી ઇન્ડેક્સ 0.39 ટકા, અૉટો ઇન્ડેક્સ 0.86 ટકા અને પીએસઇ ઇન્ડેક્સ 1.65 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા.
નિફટીમાં સૌથી વધુ વધેલા શૅર્સમાં ઓએનજીસી, તાતા મોટર્સ, ગેઈલ, હિંદાલ્કો, બીપીસીએલ સામેલ હતા, જ્યારે વેચવાલીના દબાણ હેઠળ યુપીએલ, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બૅન્ક, બજાજ અૉટો અને એનટીપીસી હતા.
નિફટીમાં સૌથી વધુ એક્ટિવ શૅર્સમાં તાતા મોટર્સ, રિલાયન્સ ઇન્ડ., હિંદાલ્કો, બજાજ ફાઇનાન્સ અને એસબીઆઈ હતા.
Published on: Tue, 23 Feb 2021