પચાસથી વધુ વયના માટે ઍપ થકી નહીં, વૉક-ઇન રસી આપવાની માગણી કરતા નિષ્ણાતો

પચાસથી વધુ વયના માટે ઍપ થકી નહીં, વૉક-ઇન રસી આપવાની માગણી કરતા નિષ્ણાતો
પુણે, તા. 23 : કેન્દ્રીય કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્યોની સાથે અન્ય નિષ્ણાતોએ 50 કરતાં વધુ વયના લોકો માટે આવતા મહિનાથી રસીકરણ અભિયાન શરૂ થશે. કો-વિન ઍપ પર પ્રી-રજિસ્ટ્રેશન કરાવવાને બદલે વૉક-ઇન રજિસ્ટ્રેશનની માગણી કરી રહ્યા છે.
ઘણા રાજ્યોમાં કો-વિનને કારણે ઉપસ્થિત થયેલી વિષમ પરિસ્થિતને ધ્યાનમાં રાખી આ સૂચન કર્યું હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું. અત્યારે હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કરોને રસી લેવા પહેલા કો-વિન ઍપ પર પ્રી-રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.  50 કરતાં વધુ વયના લોકોને રસીકરણ સેન્ટર ખાતે જઈ તેમના નામો આધાર અને વોટર આઈડી દર્શાવી નોંધાવી શકે એવી સુવિધા ઉપલબ્ધ થવી જોઇએ. આને કારણે સમગ્ર પ્રક્રિયા ઘણી સરળ બનશે, એમ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. ગિરિધરા રાવે જણાવ્યું હતું. એ સાથે તેમણે ઉમેર્યું કે સરકારે વ્યવહારુ નિર્ણય લેવો જોઇએ. અત્યારે  વૉક-ઇન રસીકરણની જરૂર છે. એટલે કે તમે તમારા આધાર, વયનો પુરાવો લઈને જાઓ અને તમને રસી આપવામાં આવે, અડધો કલાક સેન્ટરમાં રોકાઓ અને ઘરે જાઓ, એમ રાવે જણાવ્યું હતું.
સરકારે અગાઉ જણાવ્યું હતું કે 50 કરતાં વધુ વયના લોકોએ કો-વિન ઍપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જો રસીકરણ ઝડપી બનાવવું હોય તો પ્રક્રિયા સરળ હોવી જોઇએ.
તેમનું કહેવુ ંછે કે રોજના 7-10 મિલિયન લોકોને રોજ રસી આપવી હોય તો એમાં ખાનગી ક્ષેત્ર પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. તેમણે સૂચવ્યું કે ખાનગી હૉસ્પિટલ, કોર્પોરેટ અને એનજીઓને અભિયાન સાથે સાંકળવા જોઇએ.
એપિડેમિઓલોજિસ્ટ ડૉ. લલિત કાંતનું કહેવુ ંછે કે કો-વિનને કારણે ડૉઝ અને વિતરણ પર નજર રાખી શકાય છે, એ સાથે 50થી વધુ વયના લોકોને ઝડપથી રસી આપી શકાય એ માટે એમાં સુધારણા થવી જોઇએ. દેશમાં કોરોનાને  કારણે જેટલાં મૃત્યુ થયા છે એમાં બેતૃતિયાંશ જેટલા પચાસથી વધુ વય જૂથના લોકોના થયા છે.
Published on: Tue, 23 Feb 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer